ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે......

હોદ્દાની વિશેષતા:

અગર કોઈ કોલેજ અથવા યુનિવર્સીટીમાં કોઈના જવાથી કોઈ જગ્યા ખાલી થાય અને તે જગ્યા માટે યોગ્ય વ્યકિતની જરિયાત હોય, ત્યારે તે જગ્યા અને હોદ્દા માટે જાહેરાત કરવામાં આવે છે ત્યારે ફકત જગ્યા અને હોદ્દો ખાલી છે તેવી જાહેરાત કરવામાં આવતી નથી બલ્કે તે હોદ્દા અને જગ્યાની ખુસુસીય્યતની પણ જાહેરાત કરવામાં આવે છે. અગર જગ્યા ઈતિહાસના વિભાગમાં ખાલી થઈ હોય તો તેના માટે તેવી વ્યકિતની જરૂરત હોય છે જે ઈતિહાસના વિષયમાં નિપુણતા ધરાવતો હોય અને તેણે ઈતિહાસના વિષયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હોય. અગર વિજ્ઞાન વિભાગમાં કોઈ જગ્યા ખાલી થઈ હોય તો તેના માટે એક વૈજ્ઞાનિકની જરૂરત હોય છે. અગર સાહીત્ય વિભાગમાં કોઈ જગ્યા ખાલી થઈ હોય તો તેના માટે સાહીત્યકારની જરૂરત હશે. એવું નથી થતુ કે જગ્યા ઈતિહાસના પ્રોફેસરની ખાલી થઈ હોય અને તેની જગ્યાએ એક વૈજ્ઞાનિકની ભરતી કરી દેવામાં આવે. એવીજ રીતે જગ્યા અને હોદ્દાની સાથોસાથ શૈક્ષણીક લાયકાત અને અનુભવ કેટલો હોવો જોઈએ તેની પણ જાહેરાત કરવામાં આવે છે. અગર વિજ્ઞાન વિભાગમાં જગ્યા ખાલી થઈ હોય તો ઈતિહાસના વિષયનું જ્ઞાન અને ડીગ્રી ધરાવનારાઓ તે જગ્યા માટે અરજી નથી આપતા કારણ કે તે તેઓનું ક્ષેત્ર નથી. અગર તેઓ અરજી આપી પણ દે તો પણ પસંદ કરનાર કમીટી તેમની અરજીનો સ્વિકાર નહીં કરે, બલ્કે તેને રદ કરી નાખશે. તેમજ ઈન્ટરવ્યુમાં પણ ફકત તેજ લોકોને બોલાવવામાં આવશે જે તે વિષયમાં પારંગત હોય અને જરૂરી માપદંડમાં ખરા ઉતરે. અગર ઈતિહાસ વિભાગના હોદ્દા ઉપર એક વૈજ્ઞાનિકને અને એક વિજ્ઞાન વિભાગના હોદ્દા માટે કોઈ ઈતિહાસકારને બેસાડી દેવામાં આવે તો પરિસ્થિતિ શું થશે? તે બધાને ખબર છે....

see more detail at....
http://www.najat.org/viewarticle.php?aid=73#